WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM કિસાન 17મો હપ્તો, આ ભૂલો કરશો તો તમને પણ 2000 રૂપિયા નહિ મળે , અત્યારે જ જાણી લો તમામ માહિતી

PM કિસાન 17મો હપ્તો, આ ભૂલો કરશો તો તમને પણ 2000 રૂપિયા નહિ મળે , અત્યારે જ જાણી લો તમામ માહિતી : પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની તારીખ માટે ખેડૂતો દર વખતે આતુરતાથી રાહ જોતા હોય છે. આ યોજના, ભારત સરકાર દ્વારા 1 ડિસેમ્બર, 2018 ના રોજ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ યોગ્ય જમીન ધરાવતા ખેડૂત પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂ. 6,000 મળે છે, જે રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે.

PM કિસાન 17મો હપ્તો, જો તમને હપ્તાના પૈસાની જરૂર હોય તો આ ભૂલો ના કરતા

જો કે, કેટલાક ખેડૂતોની અરજીઓ નામંજૂર થતાં નિરાશાનો સામનો કરવો પડે છે. આને અવગણવા માટે, પાંચ સામાન્ય ભૂલોથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે . જેથી તમારા પૈસા નું નુકસાન તમને ન થાય આ ભૂલો વિગતવાર નીચે પ્રમાણે આપેલી છે જે ખેડૂત મિત્રોએ ધ્યાનમાં લેવી જોઈએ અને આ ભૂલોને કરવી ન જોઈએ. ખેડૂત મિત્રો વધુ ભણેલા અને શિક્ષિત ન હોવાને કારણે વારંવાર આવી ભૂલો કરતા હોય છે જેથી તેમને તેમના 6000 રૂપિયા મળતા નથી કે અમુક હપ્તા મળતા નથી તો મિત્રો નીચે પ્રમાણે આપેલ ભૂલ જો તમે પણ કરી હોય તો હપ્તાના સમય પહેલા તમે આ ભૂલો સુધારી લો જેથી તમને તમારા નાણાં મળી શકે

ખોટી બેંક વિગતો :

સૌથી મોટી ભૂલ પહેલી તો એ છે કે તમારે બેંકની ડિટેલ જે તે ફોર્મ ભરતા કે અરજી કરતી વખતે તમે ખોટી આપી હોય તો તમારા પૈસા તમારા ખાતામાં આવશે નહીં જેથી અરજી કરતા સમયે તમારી બેન્ક ડીટેલ યોગ્ય અને સચોટ આપો જેથી તમારા ખાતામાં રૂપિયા આવી શકે.

બાકાત શ્રેણી હેઠળ આવતા ખેડૂત :

અમુક ખેડૂતો યોજના ની અંદર બાકાત કરવામાં આવતા હોય છે માટે અરજી કરતાં પહેલા આ યોજના માટે લાયક છે કે નહિ તે ચેક કરી લેવું જેથી તમારી અરજી વર્થ ના જાય.

બેંક એકાઉન્ટ અને આધાર કાર્ડ લીંક :

અસ્વીકારનું બીજું મોટું કારણ બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં નિષ્ફળતા હોઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક થયેલું છે તેની ખાતરી કરી લેવી જોઈએ.

ઉંમર માપદંડ :

જો અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તો તેમની અરજી ના મંજુર થઈ શકે છે. આ યોજનામાં 18 વર્ષથી વધુ ઉંમરવાળા ખેડૂતોનો જ લાભ મળતો હોય છે જેથી 18 વર્ષ નીચેના લોકો આ યોજના માટે લાયક ગણાતા નથી તેવર કેસમાં તમારી અરજી ના મંજૂર થઈ શકે છે

અપૂર્ણ ઇ-કેવાયસી :

નાણાં ન મળવામાં એક મહત્વનું પાસું અપૂર્ણ કેવાયસી કહી શકાય છે જે લોકોએ ઈ કેવાયસી નહીં કરાવી હોય તેવા લોકોને નાણાં મળશે નહીં જેથી દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારી ઈ કેવાયસી ફરિયાદ કરાયેલી હોવી જોઈએ તો જ તમે આ નાણાં મેળવી શકશો.

મિત્રો 17 માં આપવા માટે કોઈ ચોક્કસ તારીખ ગયું નક્કી કરવામાં આવી નથી પણ આપતા જૂના છેલ્લા સપ્તાહમાં કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં આવી શકે છે માટે અમારી વાચક મિત્રોને વિનંતી છે કે સત્તાવાર વેબસાઈટ પર હપ્તાની અપડેટ માટે જોતા રહેવું. ઉપરની માહિતી વિવિધ સ્ત્રોતો દ્વારા એકઠી કરી લખવામાં આવી છે જેથી ઉપરની કોઈપણ માહિતી માટે અમે કોઈ પણ જવાબદારી લેતા નથી.

Leave a comment